કેદારનાથ ધામનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાઈરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં મંદિરની પાછળ DJના તાલ પર કેટલાક લોકો નાચી રહ્યા છે. જોકે, આ વીડિયો ક્યારનો છે તેની હજુ સુધી સ્પષ્ટ જાણકારી સામે નથી આવી. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે, આ વીડિયો કેદારનાથ ધામના કપાટ ખૂલ્યા એ પહેલાનો છે. આ વીડિયો સામે આવતા લોકોની આસ્થાને ઠેસ પહોંચી છે.

