Home / India : VIDEO: Fight between Khatushyam devotees and shopkeepers near the temple

VIDEO: ખાટુશ્યામના ભક્તો અને દુકાનદારો વચ્ચે મંદિર નજીક મારામારી

Rajasthan Khatu Shyam Mandir : રાજસ્થાનના સીકરમાં ખાટુશ્યામ મંદિર ફરી ચર્ચામાં આવ્યું છે. અહીં શ્રદ્ધાળુઓ અને સ્થાનિક દુકાનદારો વચ્ચે મારામારી થઈ છે. અહીં બંને પક્ષોએ એકબીજા પર દંડાથી હુમલો કર્યો છે. ઘટનામાં મહિલાઓને પણ દંડા મારવામાં આવ્યા છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાઇરલ થયો છે. વીડિયોમાં મહિલાઓ પર પણ દંડાથી હુમલો કરવા આવ્યો હોવાનું જોવા મળી રહ્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અગાઉ પણ મંદિર પરિસરમાં થઈ હતી મારામારી

અગાઉ પણ ખાટુશ્યામ મંદિરના પરિસરમાં દર્શન કરવા આવેલા શ્રદ્ધાલુઓ પર દંડાથી હુમલો કરાયો હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. મંદિર સમિતિએ મારમારીની ઘટના બાબતે નોંધ લેવાની વાત કરી હતી. જોકે હવે ફરી આવી ઘટના સામે આવી છે. આ વખતે શ્રદ્ધાળુઓ અને દુકાનદારો વચ્ચે મારામારી થઈ છે.

વાઇરલ વીડિયોમાં બર્બરતાનું દ્રશ્ય

સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં બર્બરતાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તેમાં જોવા મળી રહ્યું છે કે, બે પક્ષો સામસામે એકબીજા પર જીવલેણ હુમલો કરી રહ્યા છે. મારામારી વખતે વચ્ચે મહિલા આવતા લોકો તેને પણ દંડા મારી રહ્યા છે. તો મહિલા પણ દંડા મારતી જોવા મળી રહી છે. એટલું જ નહીં, જે પણ વચ્ચે પડે છે, તેના પર પણ હુમલો થતો જોવા મળી રહ્યો છે. ઘટના અંગે પોલીસ તપાસ શરૂ કરી દીધી છે અને વાઇરલ વીડિયોમાં સામેલ લોકોને ઓળખવાનો પ્રયાસ કરી રહી છે.

 

Related News

Icon