
વડોદરાના સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસને લોરેન્સ બિશ્નોઇ ગેન્ગના નામે ધમકી આપવામાં આવી છે. આ ઘટનાને લઇને સામાજિક કાર્યકર પોલીસ કમિશનરને મળવા માટે પોલીસ ભવન પહોંચ્યા હતા.
વડોદરાના સામાજિક કાર્યકરને મળી ધમકી
વડોદરાના સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસને લોરેન્સ બિશ્નોઇ ગેન્ગના નામે ધમકી મળી છે. સ્વેજલ વ્યાસને સોશિયલ મીડિયા પર ધમકી આપવામાં આવી હતી. સ્વેજલ વ્યાસને સોશિયલ મીડિયા પર 'લોરેન્સ બિશ્નોઇ ગેન્ગમાંથી બોલું છું, તું સરકાર વિરૂદ્ધ બહુ બોલે છે અને 24 કલાકમાં તારો હિસાબ કરી નાંખીશું, ઘરમાં ઘુસીને મારી નાખીશું. પોલીસ, કોર્ટ કે સરકારની અમને બીક લાગતી નથી. 4 કેસ થયા છે અને જા તું પાંચમો કેસ કરીશ તો તારો ખેલ ખતમ.'
સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસને ધમકી મળતા જ તે પોલીસ કમિશનરને મળવા માટે પોલીસ ભવન પહોંચ્યા હતા અને આ મામલે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.