મ્યાનમારમાં આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ લોકોમાં ગભરાટનો માહોલ છે. ત્યારે હવે ભારતમાં પણ ભૂકંપના સમાચાર સતત આવી રહ્યા છે. મંગળવારે સાંજે 5:38 વાગ્યે લદ્દાખના લેહમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ ભૂકંપ વિશે અપડેટ આપી છે. ભૂકંપના લીધે લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. જોકે, આમાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી.

