
Mahisagar: રાજકોટ ગેમઝોન કાંડ, વડોદરા હરણી કાંડ બાદ પણ તંત્ર હજી કોઈ નક્કર પગલાં લેવા તૈયાર નથી. મહીસાગર જિલ્લાના લુણાવાડામાં મંજૂરી વગર ચાલતી રાઈથી લોકોનાં જીવ સાથે જોખમ જોવા મળી રહ્યું છે.
લુણાવાડા શહેરમાં આવેલા ઈન્દિરા મેદાનમાં તંત્રની કોઈપણ મંજૂરી વગર ચાલતી રાઈડથી લોકોનાં માથે મોત જાણે ઝળુંબતું હોય તેવો ઘાટ સર્જાયો છે. આ ઉપરાંત ઈન્દિરા મેદાનમાં આવેલી મોટી અને નાની રાઈડ મંજૂરી વગર ચાલુ કરી દેવામાં આવી છે. લુણાવાડા નગરપાલિકા માત્ર મેદાનનું ભાડું લેવા મંજૂરી વગર કે ભાડે મેદાન આપતા અનેક સવાલો ઉઠયા છે. આ સિવાય રાત્રી દરમિયાન એકાએક રાઈડો બંધ કરતા કંઈક ઘટના ઘટી હોય તેવી આશંકા પણ જન્માવી છે. મંજૂરી વગર કોની રહેમ રાહે રાયડો ચાલુ કરવામાં આવી તેવા તંત્ર સામે ઉઠી રહ્યા છે સવાલ.