
વડોદરા શહેરમાં ભાજપના 46મા સ્થાપના દિન નિમિતે યોજાયેલા પ્રદર્શનમાં કેટલાક સસ્પેન્ડેડ નેતાઓના ફોટો પણ મૂકવામાં આવ્યા હતા જેને લઈ કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. તાજેતરમાં ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા પૂર્વ મેયર ડૉ.જ્યોતિબેન પંડ્યા અને કોપોરેટર અલ્પેશ લિંબાચિયાના ફોટો પણ પ્રદર્શનીમાં જોવા મળતા અનેક તર્ક વિતર્ક સર્જયા હતા. બન્ને સસ્પેન્ડ હોવા છતાં પણ કાર્યાલયની ફોટો પ્રદર્શની સ્થાન કેવી રીતે મળ્યું તે એક સવાલ ઉઠયો હતો. જોકે સસ્પેન્ડેડ ભાજપા અગ્રણીઓનો બચાવ કરતા માંજલપુરના ધારાસભ્યએ કહ્યું કે જેતે સમયના યાદગાર પ્રસંગોનો હિસ્સો છે, જેથી સ્થાન મળ્યું હોવાનું કહીને બચાવ કર્યો હતો.
વડોદરા શહેરના માંજલપુર વિધાનસભાને અન્યાય થયો હોવાનો બળાપો ધારાસભ્ય યોગેશ પટેલે ઠાલવ્યો હતો. તેમને જણાવ્યું કે, અમને અન્યાય થયો છે. વડોદરા પૂર્વ, ઉત્તર, અને પશ્ચિમમાં ઘણા મેયર, ડે. મેયર અને ચેરમેન આપ્યા છે. અમારી વિધાનસભામાંથી એક મેયર આપ્યો એ પણ ફક્ત 6 મહિના માટે જ. અમારી વિધાનસભામાંથી એક માણસ અંદર
સિસ્ટમમાં હોય તો વિસ્તારને વિકાસ માટે વેગ મળે તેમ છે. અમારી વિધાનસભા સૌથી વધુ મત લાવે છે છતાં પદ ઓછું અપાય છે. અમાને પદ નથી આપતા તો પણ વોટ સૌથી વધુ મળે છે. અમારી વાત સાંભળી ને આગામી સમયમાં એ માગણી પૂરી કરશો એવી આશા પ્રમુખ પાસે વ્યક્ત કરી હતી.