Home / India : Strange News: No way! Mother flees with daughter's fiancé, read the story

Strange News: ના હોય! દીકરીના મંગેતર સાથે માતા ફરાર થતા ચકચાર, વાંચો આખો ઘટનાક્રમ

Strange News: ના હોય! દીકરીના મંગેતર સાથે માતા ફરાર થતા ચકચાર, વાંચો આખો ઘટનાક્રમ

ગુજરાતી ભાષામાં એક સુંદર કહેવત છે કે, ''છોરું કછોરું થાય પરંતુ માવતર કમાવતર ન થાય''... પરંતુ અહીં જરા જુદી જ ઘટના બની જેથી આ કહેવત થોડી બદલવી પડે તેવી નોબત આવી ગઈ છે. દેશના સૌથી મોટા રાજ્ય એવા ઉત્તર પ્રદેશમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પોતાના વ્હાલસોયી દીકરીના થનારા પતિ એવા મંગેતર સાથે સાસુ પલાયન થઈ ગઈ હતી. યુપીમાં આવેલા અલીગઢમાં જમાઈ સાથે સાસુનું અફેર અને અને તેની સાથે ફરાર થઈ જવાનો મામલો સામે આવતા સૌ ચોંકી ગયા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ ચકચારી ઘટનામાં હવે લાખેણી લાડીએ મૌન તોડયું છે. લગ્ન પહેલા થયેલી ઘટના પછી યુવતીએ સ્પષ્ટ કહ્યું કે હવે તેને પોતાનો સામાન પરત જોઈએ છે, જે તે પોતાના ઘરેથી લઈને આવી હતી. બાકી એની સાથે કોઈ મતલબ નથી.

યુવતીએ કહ્યું કે, માતા ઘરના ઘરેણાં, પૈસા લઈને ફરાર થઈ છે

ઉત્તર પ્રદેશના અલીગઢમાં, એક મહિલા તેના થવાના જમાઈ સાથે પલાયન થઈ ગઈ હતી. જેથી આ બાબતથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હવે આ ઘટનામાં પુત્રી એટલે કે લાડીએ પણ પોતાનું દુઃખ અને ગુસ્સો વ્યક્ત કર્યો છે. લગ્ન પહેલા બનેલી આ ચોંકાવનારી ઘટના અંગે હવે દુલ્હનનું નિવેદન સામે આવ્યું છે. દુલ્હને કહ્યું છે કે મારી માતા ઘરેથી પૈસા અને ઘરેણાં લઈને ભાગી ગઈ છે. મારી માતાએ જે છોકરા સાથે લગ્ન કરવાના હતા તે બધું જ કર્યું છે.

દીકરીના જમાઈ સાથે માતા ફરાર થતા વિસ્તારમાં ચકચાર મચી

યુવતીએ કહ્યું છે કે માતાએ અમારા ઘરમાંથી બધું જ લઈ લીધું છે. અમને અમારો સામાન પાછો જોઈએ છે. તે જીવે કે મરે, આપણને કોઈ ફરક પડતો નથી. ઉલ્લેખનીય છે કે, આ ઘટના અલીગઢના મદ્રક પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની છે. અહીં, એક મહિલા તેની પુત્રીના લગ્નના થોડા દિવસો પહેલા જ તેની પુત્રીના મંગેતર સાથે ભાગી ગઈ છે. આ કિસ્સો ભાવનાત્મક રીતે ખૂબ જ કંપાવી નાખે છે. મહિલાની પુત્રીના લગ્ન આગામી 16 એપ્રિલે થવાના હતા.

Related News

Icon