
Good News: રસોઈ ગૅસના સિલિન્ડરમાં 50 રૂપિયાના વધારા તેમજ અન્ય મોંઘવારીની વચ્ચે ગુડ ન્યૂઝ સામે આવી રહ્યા છે. હવે આગામી દિવસોમાં ખાદ્યતેલના ભાવમાં સારો એવો ઘટાડો થશે. સિંગતેલમાં 50 રૂપિયા તેમજ કપાસિયા તેલમાં 40 રૂપિયાનો ઘટાડો થયો છે. આ સિવાય સિંગતેલના 15 કિલોગ્રામ તેલના ડબ્બા દિઠ 2,490 રૂપિયા થયો છે.
ફરી એકવાર રસોઈ કરતી ગૃહિણીઓ માટે ગુડ ન્યૂઝ આવ્યા છે. તેલ બજારમાં તેના ભાવમાં સારો એવો ઘટાડો નોંધાયો છે. સિંગતેલના ભાવમાં 50 રૂપિયા અને કપાસિયા તેલના ભાવમાં 40 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. સિંગતેલના 15 કિલોગ્રામ ડબ્બાના ભાવ 2,490 રૂપિયા થયો છે. કપાસિયા તેલના 15 કિલો ડબ્બાનો ભાવ 2,220 થયો છે.
કાળઝાળ ગરમી, મગફળીની આવકથી તેલના ભાવમાં કડાકો
ગયા વર્ષની સરખામણી આ વર્ષે 15 કિલોના ડબ્બે રૂપિયા 200નો મસમોટો કડાકો બોલાયો છે. રાજ્યમાં કાળઝાળ ગરમીને લીધે તેલની વપરાશ અને માંગમાં ભારોભાર ઘટાડો થયો છે. આ સિવાય માર્કેટમાં નવી મગફળીની વિપુલ આવક થવાથી ખાદ્યતેલના ભાવમાં કડાકો નોંધાયો છે. હવે થોડા દિવસોમાં જ ખાદ્યતેલના ભાવ ઓછા થવાની સંભાવના છે.
આગામી દિવસોમાં ખાદ્યતેલના ભાવ ઘટશે
માર્કેટમાં જોવા જઈએ તો ખાદ્યતેલની કિંમતમાં ઘટાડો થયો છે. આ સિવાય તેની પાછળ માર્કેટ એક્સપર્ટ કેટલાક કારણો આપી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, સિંગતેલ, સોયાબિન, તેલીબિયા, સરસિયું, પામ ઓઈલના ભાવમાં સારો એવો ઘટાડો થયો છે. જેથી વિદેશમાંથી આયાત કરવામાં આવતું ખાદ્યતેલ સસ્તું થવાની બીજા ખાદ્યતેલ પર પડે છે. જેથી સોયાબીન તેલ પર પડે છે. જેના લીધે તેના ભાવમાં સારો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે.