
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી છે. હજી એપ્રિલ મહિનાના 9 દિવસ વીત્યા છે. ત્યારે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ચુકયા છે. જો કે, રાજ્યમાં હજી પણ 48 કલાક ગરમીનું જોર યથાવત્ રહેશે. આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ છે. જો કે, 24 કલાક બાદ બેથી 4 ડિગ્રી ઘટતા ગરમીમાં આંશિક રાહત મળે તેવી શક્યતા છે.
મળતી માહિતી અનુસાર, હવામાન વિભાગે ભીષણ ગરમીની આગાહી વ્યક્ત કરતા જણાવ્યું કે, હજી પણ 48 કલાક ગરમીનું જોર યથાવત્ રહેવાનું છે. આજે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં ગરમીને લઈ આવતીકાલે યલો એલર્ટ રહેશે તેવી આગાહી કરી છે. એપ્રિલ મહિનામાં જ આકાશમાંથી ગરમી અગનગોળા બનીને વરસી રહી છે. કાળઝાળ ગરમીને લીધે જનતાની સહન કરી નથી શકતી. જો કે, હજી ગરમીના ત્રણ મહિના બાકી છે.
આગામી 48 કલાક દરમિયા કાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. દરિયામાં ભારે પવનને લીધે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. જો કે, 24 કલાક બાદ બેથી ચાર ડિગ્રી ઘટતા ગરમીમાંથી આંશિક રાહત મળશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.