
નર્મદા જિલ્લા પોલીસ દારૂ જુગારના અડ્ડા અને રેતી માફીયાઓ સાથે સેટિંગ કરી લે છે તેવા આક્ષેપો કર્યા હતાં. સાથે જ લોકોની મોટી સંખ્યામાં હાજરી વચ્ચે જિલ્લા પોલીસ વડાની કચેરીએ એકઠઆં થવા આહવાન કર્યું હતું. જેથી સલામતીને ધ્યાને રાખીને એસપી કચેરીએ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
પોલીસ સતર્ક
ચૈતર વસાવાએ આક્ષેપ સાથે કહ્યું હતું કે, ગરીબ લોકો ને ચેકપોસ્ટ ઊભી કરીને વાહન ચેકીંગના નામે હેરાન પરેશાન કરવામાં આવે છે. જેને લઇને ચૈતર વસાવાએ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ કરીને નર્મદા જિલ્લા પોલીસ વડાની કચેરી ઉપર આવવા માટે પ્રજાને આહવાન કર્યું હતું. જેને લઇને પોલીસ સતર્ક થઈને દરેક જગ્યાઓ ઉપર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે.
ચૈતર વસાવા આમને સામને
પોલીસે જાહેરનામુ બહાર પાડી અને લોકો એકઠા ન થાય તે માટે બંદોબસ્ત ગોઠવીને ચૈતર વસાવા જિલ્લા પોલીસ વડાની કચેરીએ ન પહોંચે તે માટે વાહન ચેકીંગ શરૂ કર્યું છે. હાલ તો પોલીસ અને ચૈતર વસાવા આમને સામને છે. ત્યારે આગામી દિવસોમાં ચૈતર કેવા ઘટસ્ફોટ કરે છે અને પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું..