મલાઈકા અરોરા, અર્જુન કપૂરથી બ્રેકઅપ બાદ મૂવ ઓન કરી રહી છે. તેને શો, ઈવેન્ટ્સ અને અન્ય એક્ટિવિટીઝમાં ભાગ લેતા જોઈ શકાય છે. તે અત્યારે 'હિપ હોપ ઈન્ડિયા 2' માં રેમો ડિસોઝા સાથે જજ તરીકે કામ કરી રહી છે. આ દરમિયાન તે રવિવારે રમાયેલી IPL 2025ની ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની મેચ જોવા પહોંચી હતી. તે આ મેચને એન્જોય કરી રહી હતી પરંતુ તે એકલી આ મેચને એન્જોય નહતી કરી રહી. તેની સાથે શ્રીલંકાનો પૂર્વ ક્રિકેટર અને રાજસ્થાન રોયલ્સનો પૂર્વ કોચ કુમાર સંગકારા પણ જોવા મળ્યો હતો.

