બોલીવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. મનોજ કુમારે મુંબઈની કોકિલાબેન ધીરુબાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. મનોજ કુમાર લાંબા સમયથી બીમાર હતા. બીમારીના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મનોજ કુમારના નિધનથી એક યુગનો અંત આવ્યો છે. આખો દેશ શોકમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને બોલિવૂડ સેલેબ્સ સુધી, દરેક જણ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. મનોજ કુમારે તેમના ફિલ્મી કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે અને તેનું નિર્માણ કર્યું છે. ચાલો તમને જણાવીએ કે મનોજ કુમાર કેટલી સંપત્તિ છોડી ગયા છે.

