Home / Gujarat / Surat : Municipality raids ice cream shops

VIDEO: સુરતમાં બરફ ગોલાની દુકાનો પર પાલિકાની તવાઈ, અલગ અલગ વિસ્તારમાં રેડ કરી લેવાયા સેમ્પલ

સુરતવાસીઓ આઈસ ગોલાની મજા કરતા પહેલા ચેતજો ! સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ઉનાળામાં ફૂટી નીકળેલા ગોલાની દુકાનો પર રેડ કરવામાં આવી હતી. આરોગ્યની દ્રષ્ટીએ હાનિકારક છે કે કેમ તે અંગેની તપાસ કરવા માટે નમૂના લેવામાં આવ્યાં છે. શહેરના વિવિધ ઝોનના વિસ્તારમાં આઈસ ડીશ અને બરફના ગોળા વેચતા 13 એકમમાં સુરત મનપાના ફૂડ વિભાગ દ્વારા આઈસ ડીશ, આઇસ ગોલા અને ક્રીમના 13 નમૂના લઈ પૃથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગના અધિકારીએ કહ્યું કે, રાંદેર ઝોન-અડાજણ, આનંદમહલ રોડ સ્થિત રજવાડી મલાઈ ગોલા તથા પ્રાઈમ આર્કેડ સ્થિત રાજ આઈસડીશમાંથી લેવામાં આવેલ ક્રીમના નમૂના લેવામાં આવ્યાં છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

 

Related News

Icon