Home / India : Terrorist Tahawwur Rana brought to Patiala court, NIA will interrogate him

આતંકી તહવ્વુર રાણાને લવાયો પટિયાલા કોર્ટ, NIA કરશે પૂછપરછ

આતંકી તહવ્વુર રાણાને લવાયો પટિયાલા કોર્ટ, NIA કરશે પૂછપરછ

26/11 મુંબઈ આતંકી હુમલાનો આરોપી તહવ્વુર હુસૈન રાણાને ભારત લાવવામાં આવ્યા બાદ હવે તેને દિલ્હી સ્થિત પટિયાલા કોર્ટમાં લઈ જવાની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. મળતી વિગતો મુજબ NIA આજે રાત્રે જ તેની પૂછપરછ શરૂ કરશે. આ પહેલા તેને લઈને આવી રહેલું સ્પેશિયલ વિમાન દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થઈ હતું. પછી તેને એરપોર્ટથી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના હેડક્વાર્ટર લઈ જવાયો હતો, જ્યાં તેની પૂછપરછ કરાઈ હતી. તેનો મેડિકલ ટેસ્ટ પણ કરાયો છે, જેનો રિપોર્ટ ટૂંક સમયમાં સામે આવશે. તેને તિહાર જેલમાં ટ્રાન્સફર કરવાની પણ તૈયારી કરી લેવાઈ છે. યુએસ કોર્ટની ભલામણ અનુસાર દિલ્હી અને મુંબઇમાં ભારે સુરક્ષા ધરાવતી જેલની બે કોટડીઓ રાણા માટે તૈયાર કરી દેવામાં આવી છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon