આપણા દેશમાં વકફ સંશોધન બિલને લઈ સંસદથી લઈ માર્ગ સુધી ચર્ચા છેડાયેલી છે. લઘુમતી મામલાના મંત્રી કિરેન રિજિજુએ બુધવારે આ બિલ લોકસભામાં રજૂ કર્યું છે. જે બાદ વિપક્ષે સરકાર પર લઘુમતીઓને બદનામ કરવા અને તેઓના અધિકાર છીનવી લેવાનો આરોપ મૂક્યો છે. આ બિલનો હેતુ વકફ બોર્ડોની વહીવટી વ્યવસ્થા અને સંગઠન માળખામાં ફેરફાર કરવાનો છે. મહત્ત્વનું છે કે, વકફ ઈસ્લામિક સંપત્તિઓ અને દાન એક સ્થાયી રૂપ હોય છે. વિશ્વના ઘણા દેશોમાં જુદીજુદી વ્યવસ્થાઓ હેઠળ આને સંચાલન કરાય છે. ભારતમાં આ ચર્ચા ચાલી રહી છે કે વકફ સંપત્તિઓનો વહીવટ કઈ રીતે થવો જોઈએ, તો આવામાં એ પણ સમજવું રસપ્રદ રહેશે કે, બીજા દેશોમાં વકફની સ્થિતિ શું છે.

