નવસારીના ધરાગીરી ગામ પાસેથી વહેલી પૂર્ણા નદીમાં 4 મહિલાઓ અને 1 પુરૂષ નદીમાં ડૂબ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. નદીમાં કપડાં ધોવા માટે ગયેલી ચાર મહિલાઓ પૈકી એક મહિલા ડૂબવા લાગી હતી. તેને બચાવવા માટે અન્ય મહિલાઓ પણ નદીમાં ઉતરતાં તે પણ ડૂબી ગઇ હતી. આ દુર્ઘટનામાં ત્રણ મહિલાઓને બચાવી લેવામાં આવી છે. જ્યારે એક મહિલાનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે.

