ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, ઇઝરાયેલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ એક મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનના 'નંબર વન' દુશ્મન છે. એટલું જ નહીં, તેમનો દાવો છે કે ઈરાન ટ્રમ્પને મારવા માટે કામ કરી રહ્યું છે. શુક્રવારથી ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે લોહિયાળ સંઘર્ષ ચાલી રહ્યો છે.

