
ગુજરાતના દાહોદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. દાહોદના માંડાવ રોડના ખુલ્લા મેદાનમાંથી નવજાત શિશુ મળી આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
સ્થાનિક લોકોએ પોલીસને કરી જાણ
સ્થાનિક લોકોની નજર પડતાં તેમણે તાત્કાલિક 108 ઈમરજન્સી સેવા અને પોલીસને જાણ કરી. નવજાત શિશુને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. દાહોદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી..નવજાતને આ રીતે છોડી જનાર નિષ્ઠુર માતા કે અન્ય જવાબદાર વ્યક્તિની શોધખોળ હાથ ધરી છે. પોલીસે આ મામલે CCTVના આધારે તપાસ હાથ ધરી હતી.