VADODARAમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ મોડી રાતે મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના સીટી, કારેલીબાગ, અલકાપુરી, સહીતના વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.