Home / Entertainment : Trailer of Nusrat Bharucha's Chhori 2 is terrifying and dangerous

VIDEO / ખૂબ જ ખતરનાક છે નુસરત ભરૂચાની 'છોરી 2' નું ટ્રેલર, આ એક્ટ્રેસનો લુક જોઈને લાગશે ડર

નુસરત ભરૂચા ફરી એકવાર હોરર ફિલ્મ લઈને આવી છે. નુસરત ભરૂચાની આગામી ફિલ્મ 'છોરી 2' નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં તે દીકરીઓના જન્મ પર દુઃખી થનારા લોકોની વાર્તા કહી રહી છે. ઘણીવાર, નિર્માતાઓ ફિલ્મો અને સિરિયલો દ્વારા આ કડવું સત્ય બધા સમક્ષ રજૂ કરતા આવ્યા છે કે ઘણી જગ્યાએ, જ્યારે છોકરીઓનો જન્મ થતો હતો, ત્યારે તેમને જન્મ પછી તરત જ મારી નાખવામાં આવતી હરી. 'છોરી 2' આ જ વાર્તા દરેકને બતાવવા જઈ રહી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ફિલ્મમાં નુસરત ભરૂચા ઉપરાંત સોહા અલી ખાને ખતરનાક અને મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. સોહા ઘણા સમય પછી કોઈ ફિલ્મમાં જોવા મળશે. 'છોરી 2' નું નિર્દેશન વિશાલ ફુરિયાએ કર્યું છે. આ હોરર-થ્રિલર ફિલ્મનું ટ્રેલર તમને ડરાવી દેશે. ટ્રેલરની શરૂઆતમાં, એક મહિલા એક નાની છોકરીને વાર્તા કહેતી જોવા મળે છે. તે છોકરીને કહે છે, "એક ખૂબ મોટું રાજ્ય હતું. તેમાં એક રાજા હતો. એક દિવસ તેના ઘરે એક છોકરીનો જન્મ થયો. રાજા ગુસ્સે થઈ ગયો."

સોહા અલી ખાનની ડરામણી એન્ટ્રી

આ દરમિયાન છોકરી પૂછે છે, 'ગુસ્સે કેમ?' સ્ત્રી આગળ સમજાવે છે કે રાજાને દીકરો જોઈતો હતો, દીકરી નહીં. આ પછી, એવા દ્રશ્યો શરૂ થાય છે જે તમને ડરાવી દે છે. સોહા અલી ખાન એન્ટ્રી કરે છે, જે તેના પહેલા જ લુકથી ડરાવે છે. ટ્રેલરમાં જોવા મળશે છે કે જેમ-જેમ નુસરત ભરૂચા પોતાની દીકરીને બચાવવા માટે સંઘર્ષ કરે, તેમ-તેમ ખતરો વધતો જાય છે.

‘છોરી 2’ OTT પર આવશે

ટ્રેલરમાં એ પણ જોવા મળે છે કે ઘણી સ્ત્રીઓ નુસરતને કૂવામાં ડૂબાડવાનો પ્રયાસ કરે છે. એક્ટ્રેસ આ પ્રથા સામે અવાજ ઉઠાવે છે અને એક ડરામણી વાર્તા બહાર આવે છે. તમને જણાવી દઈએ કે 'છોરી 2' OTT પર રિલીઝ થશે. તે 11 એપ્રિલે એમેઝોન પ્રાઈમ વીડિયો પર આવશે. ટ્રેલર રિલીઝ થયા પછી, તેને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 'છોરી 2' ના પહેલા ભાગને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો, જે 2021માં એમેઝોન પ્રાઈમ વીડિયો પર સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો.

Related News

Icon