Ahmedabad News: 'મા તે માં બીજા બધા વગડાના વા' પરંતુ આ કહેવત એક નિષ્ઠુર માતાએ કલંકિત કરી દીધી છે. અમદાવાદના શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલી ચામુંડા નગર સોસાયટીમાં એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે, જ્યાં છ વર્ષની માસૂમ બાળકી આરુષીની તેની માતા દ્વારા જ ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે તેના સાવકા પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પારિવારિક ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કરતા આ કરુણ અંજામ આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

