
રાજકોટમાં એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. વહેલી સવારે મુંબઈથી રાજકોટ અને રાજકોટથી મુંબઈ ઉડતી ફ્લાઈટ AI 659-688 ઓપરેશનલ કારણોસર કેન્સલ કરવામાં આવી છે. રાજકોટના એરપોર્ટ પર છેલ્લી ઘડીએ ફ્લાઈટ કેન્સલ થતાં પેસેન્જરો મુશ્કેલીમાં મુકાયા છે.
જણાવી દઈએ કે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ વિવિધ કારણોસર અનેક ફ્લાઈટો ઉડાન ભરવાના સમયે કેન્સલ કરવામાં આવી રહી છે. પ્લેનમાં ટેકનિકલ ખામી હોવાના ભય સાથે ઘણી ફ્લાઈટો કેન્સલ કરવામાં આવી રહી છે.