Pahalgam Terror Attack: ધરતી પરના સ્વર્ગ એવા જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ગત રોજ થયેલા આતંકવાદી હુમલાથી આખા દેશમાં હાહાકાર મચ્યો છે. પોલીસ યુનિફોર્મમાં આવેલા આતંકવાદીઓએ પર્યટતોને નામ પૂછી તેની પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં અત્યાર સુધી કુલ 26 લોકોનાં મોત થયાનું સામે આવ્યું છે. જેમાં બે વિદેશી નાગરિકો પણ સામેલ છે. આ સ્થિતિમાં ઘટનાસ્થળે ફસાયેલા પર્યટકોની મદદ માટે એર ઈન્ડિયાએ એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે.

