જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પર્યટકો પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 27 લોકોનાં મોત થયા હતાં. જેમાં સુરતના શૈલેષ હિંમતભાઈ કળથિયાનું પણ મોત થયું હતું. દીકરીની ઈચ્છા પૂર્ણ કરવા માટે કશ્મીર ફરવા માટે લઈ ગયા હતા ને કરુણ ઘટના ઘટી હતી. ત્યારે આજે મૃતક શૈલેષભાઈની અંતિમયાત્રા નીકળી હતી. તે વખતે મૃતકના માસૂમ સંતાન નક્ષત્રએ સમગ્ર ઘટના કેવી રીતે સર્જાઈ હતી. તેની આપવીતી કહેતા કહ્યું કે, અમે જેવા ત્યાં પહોંચ્યા કે એ લોકો આવી ગયા હતાં.

