જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ઘણા પ્રવાસીઓ ત્યાં ફસાયા હતા. હાલની પરિસ્થતિમાં ધીરે ધીરે તે પોતાના માદરે વતન પરત ફરી રહ્યા છે. આ હુમલા પહેલા કાશ્મીરના અનેક વિસ્તારમાં ભારે વર્ષા અને ભૂસ્ખલનની ઘાટણ બની હતી. જેમાં પાલનપુર અને ગાંધીનગરના 50 જેટલા પ્રવાસીઓ ફસાયા હતા. જો કે હાલ 6 દિવસ બાદ પોતાને વતન પરત ફરતા ભાવાત્મક દ્રશ્યો સર્જાયા હતા.

