Banaskantha news: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પહેલા જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારમાં થયેલા ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનામાં બનાસકાંઠના પાલનપુરના આને ગાંધીનગરના 50 જેટલાં પ્રવાસીઓ રામબન જિલ્લાના નેશનલ હાઇવે-14 ઉપર ફસાયા હતા. જેને લઈને તમામ પ્રવાસીઓના પરિવારો ચિંતામાં મુકાયા હતા. જો કે કુદરતી હોનારતમાં અટવાયેલા લોકોને ગુજરાત સરકાર અને સ્થાનિક તંત્ર અને આર્મીએ મદદ કરીને આર્મી કેમ્પમાં સલામત સ્થળે ખસેડયા હતા જોકે હવે 6 દિવસ બાદ તમામ પ્રવાસીઓ માદરે વતન પાલનપુર પહોંચતા ભાવાત્મક દ્રશ્યો સર્જાયા હતા. જો કે માત્ર કુદરતી હોનારત જ નહીં પરંતુ આતંકવાદી હુમલા બાદ કાશ્મીરમાં સર્જયેલી સ્થિતિનો પ્રવાસીઓએ ચિતાર વર્ણવ્યો હતો અને આતંકીઓ ઉપર સરકાર કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી.

