Home / Gujarat / Panchmahal : A lovebird committed suicide by hanging itself on a tree

Panchmahal News: શહેરાના એક જ ફળિયામાં રહેતા પ્રેમી પંખીડાએ ઝાડ પર લટકી કર્યો આપઘાત

Panchmahal News: શહેરાના એક જ ફળિયામાં રહેતા પ્રેમી પંખીડાએ ઝાડ પર લટકી કર્યો આપઘાત

Panchmahal News: ગુજરાતમાંથી સતત આત્મહત્યાના સમાચાર સામે આવી રહ્યા છે એવામાં ફરીથી પંચમહાલમાંથી આત્મહત્યાના સમાચાર સામે આવી રહ્યા છે. પંચમહાલ જિલ્લામાં આવેલા શહેરા તાલુકાના દલવાડા ગામમાં પ્રેમી પંખીડાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. પ્રેમી પંખીડાએ આપઘાત કર્યો હોવાની માહિતીને પગલે આસપાસમાંથી લોકોના ટોળાં એકત્ર થયા હતા. ઘટનાને પગલે યુવક-યુવતીના પરિવારજનોમાં આક્રંદ વ્યાપી ગયો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરા, તાલુકાના દલવાડા ગામે 20 વર્ષીય પ્રેમી પંખીડાએ સજોડે આપઘાત કરી લીધો છે. દલવાડા ગામે એક જ ફળિયામાં રહેતા 20 વર્ષીય યુવક-યુવતીને એકબીજા સાથે પ્રેમસંબંધ હતો. યુવક-યુવતી સાથે રહી શકે તેમ ન હોવાથી બંનેએ ગામના ખેતરમાં આવેલા એક ઝાડ પર લટકી જીવનનો અંત આણ્યો હતો. આપઘાતના બનાવની જાણ થતાં યુવક અને યુવતીના પરિવારજનો અને સ્થાનિકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

આપઘાતના બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બંનેની લાશ ઝાડ પરથી નીચે ઉતારી પંચનામાની કાર્યવાહી કરી હતી. ત્યારબાદ બંનેના મૃતદેહોને શહેરા રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા.

Related News

Icon