Home / Gujarat / Ahmedabad : Police save family who set out to commit suicide, police commissioner praises work

આત્મહત્યા કરવા નીકળેલ પરિવારને પોલીસકર્મીઓએ બચાવ્યા, પોલીસ કમિશ્નરે કામગીરી બિરદાવી

આત્મહત્યા કરવા નીકળેલ પરિવારને પોલીસકર્મીઓએ બચાવ્યા, પોલીસ કમિશ્નરે કામગીરી બિરદાવી

અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને ‘પોલીસ પ્રજાનો મિત્ર છે" સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવ્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પરિવારને સાબરમતી રીવરફ્રન્ટથી શોધી કાઢી આત્મહત્યા કરતાં અટકાવેલ તમામ પોલીસ કર્મચારીઓને આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા  પ્રશંસાપત્ર આપી બિરદાવ્યા હતા. જેમાં PI  બી. એસ. જાડેજા -  ઇસનપુર પોલીસ સ્ટેશન તેમજ તેમની ટીમ સર્વેલન્સ PSI એન. આર. સોલંકી, PC સંજય રાજાભાઇ, PC યુવરાજસિંહ ગજેન્દ્રસિંહ, PC જયેશ મધુભાઈનો સમાવેશ થાય છે.

શું હતી સમગ્ર ઘટના?

ઇસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કુષ્ણકુંજ સોસાયટી રહેતા ગોપીચંદ હીરાજી જાટોલીયાઓ ગઇ કાલ તા ૨૫/૦૩/૨૦૨૫ ના રોજ ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે આવેલ અને જાહેરાત કરેલ કે મારો દિકરો મહેન્દ્ર તેની પત્નિ તથા બે બાળકો સાથે હુ આત્મહત્યા કરવા જાવ છુ તેવી ચિઠ્ઠી લખીને ઘરેથી નીકળી છે, જે બાબતે ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે જાહેરાત કરતા ઈસનપુર પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવેલ હતી.

બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અમદાવાદ શહેર જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઇસનપુર પી.આઈ બી.એસ.જાડેજા, ઈસનપુર પી.એસ.આઈ એન.આર.સોંલકી તથા સ્ટાફનાં અ.પો.કોન્સ સંજયભાઇ, જયેશભાઇ, યુવરાજસિંહ, સહિતની પોલીસ ટીમ દ્રારા ઘરેથી નીકળી ગયેલ પરીવારના મોબાઇલ નંબરના સતત લોકેશન કઢાવી પરીવારને લોકેશન આધારે શોધી કાઢી તાત્કાલિક પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કરી હતી. મહેન્દ્રભાઇ જાટોલીયા તથા તેની પત્નિની પુછપરછ કરતા પોતે આર્થિક સંકડામણના કારણે આત્મહત્યા કરવાનો વિચાર આવતા પોતાના પરીવાર સાથે સાબરમતી રીવરફન્ટ ખાતે આત્મહત્યા કરવા માટે નીકળી ગયેલ હતા. ઇસનપુર પોલીસે તાત્કાલિક ત્વરિત કાર્યવાહી આદરી ગણતરીના કલાકોમાં આત્મહત્યા કરવા માટે નીકળી ગયેલ પરીવાર શોધી કાઢી આત્મહત્યા કરતા બચાવી લઈ ચાર વ્યક્તિઓના જીવ બચાવેલ હતા. પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવેલ ન હોત તો, પરિવાર આખો સામુહિક આત્મહત્યા કરી લેતો અને પરિવારનો માળો વિખાય જતો.

ઈસનપુર પોલીસ ટીમ દ્વારા આર્થિક સંકડામણ અનુભવતા પરીવારને તેના પિતા સાથે બોલાવી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા પરીવારને પોતાની જિંદગી અમૂલ્ય હોઈ, મનુષ્ય જીવન ફરી ફરીને મળતું ના હોય, સામાન્ય પ્રશ્નના કારણે આત્મહત્યા કરવી એ સોલ્યુશન નહિ હોવાની શીખ આપી પરિવારજનોને બોલાવી સોંપવામાં આવતા પરિવારજનો ભેટીને રડવા લાગેલ અને ઈસનપુર ખાતે ભાવવાહી દૃશ્યો સર્જાયેલ હતા.

ઈસનપુર પોલીસ દ્વારા સમયસૂચકતા વાપરી ત્વરિત કાર્યવાહી કરી એક પરીવારને આત્મહત્યા કરવા બચાવતા અને નવું જીવન આપતા પરિવારજનો દ્વારા અમદાવાદ શહેર પોલીસનો આભાર વ્યકત કરવામાં આવેલ હતો. પોલીસનો અનોખો અનુભવ થતાં ‘પોલીસ આવી પણ હોય છે..!!’ એવો ભાવ વ્યક્ત કરી પરિવારજનો દ્વારા અમદાવાદ શહેર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. પોલીસે પણ આવુ કોઇ પગલુ નહિ ભરવા સલાહ આપી હતી..

અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશ્નર, સેક્ટર 02, જયપાલ સિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશ્નર રવિ મોહન સૈનીનાં માર્ગદર્શન હેઠળ ઈસનપુર પોલીસ દ્વારા આત્મહત્યા કરવા માટે નીકળી ગયેલ આખા પરીવારને શોધી કાઢી પરીવારને સામુહિક આત્મહત્યા કરતા બચાવી લીધો હતો.

Related News

Icon