
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ભીખાભાઈ આલ (દેસાઈ) રૂ.25,000 ની લાંચ લેતા ઝડપાયો છે.
ફરીયાદીના ઉપર પહેલા ગુનાઓ દાખલ થયેલ હતા. હાલમાં સરકારની અસામાજિક તત્વોના મકાન દબાણમાં કે ગેરકાયદેસર હોય તે મકાનોને તોડવા અંગેની કાર્યવાહી ચાલુમાં હોય, પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ભીખાભાઈ આલ (દેસાઈ) એ આ પ્રકારની કાર્યવાહીની કોઈ જવાબદારી પોતાના હસ્તક ન હોવા છતાં આ કામના ફરિયાદીને તેઓનું મકાન ન તોડવા અંગેનો પોઝિટિવ રિપોર્ટ કરવા સારું રૂપિયા 25,000/- ગેરકાયદેસર લાંચની માગણી કરી હતી.
https://twitter.com/ACBGujarat/status/1917196163113206073
જે ગેરકાયદેસર લાંચના નાણાં આ કામના ફરિયાદી આપવા માંગતા ના હોય, ફરીયાદીએ બનાસકાંઠા એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરિયાદીની ફરિયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારતા પકડાઇ ગયો હતો.