PM Narendra Modi in Madhya Pradesh: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ મધ્ય પ્રદેશની મુલાકાતે છે. ઓપરેશન સિંદૂર બાદ એકબાજુ ભારતીય નેતાઓનું સર્વપક્ષીય ડેલિગેશન દુનિયાભરમાં ભારતનો પક્ષ મૂકી રહ્યું છે. ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભારતના વિવિધ રાજ્યોમાં રેલી, રોડ શો અને સભાને સંબોધિત કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ શનિવારે (31 મે) લોકમાતા દેવી અહિલ્યાબાઈ હોલ્કરની 300મી જન્મજયંતી સાથે જોડાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન જનતાના સંબોધન દરમિયાન તેમણે અહિલ્યાબાઈના મહાન કામથી લઈને ઓપરેશન સિંદૂર અને તેમાંમહિલાઓ જવાનોના યોગદાન વિશે વાત કરી હતી.

