Home / Gujarat / Vadodara : Police take shocking action against bogus journalist and RTI activist

Kutch: બોગસ પત્રકાર અને RTI કાર્યકર્તા સામે પોલીસની ધાક બેસાડતી કાર્યવાહી

Kutch: બોગસ પત્રકાર અને RTI કાર્યકર્તા સામે પોલીસની ધાક બેસાડતી કાર્યવાહી

Kutch:  છેલ્લા ઘણા સમયથી કચ્છ પંથકમાં બોગસ પત્રકાર અને આરટીઆઈ એક્ટનો ખોટો દુરુપયોગ કરી વેપારી પાસે બળજબરીથી ખંડણી વસૂલતા શખ્સ સામે પૂર્વ કચ્છ પોલીસે ધાક બેસાડતી કાર્યવાહી કરી હતી. આરોપી રોશન અલી સાંઘાણી સામે કચ્છના અંજારમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store


આરોપી રોશન અલી સાંઘાણી વિરુદ્ધ અંજારમાં ફરિયાદ નોંધાઈ 

ખંડણી વસૂલતા આરોપી રોશન અલી સાંઘાણી R.T.I. Act હેઠળ નાગરિકોના અલગ-અલગ વ્યવસાયના વેપારીઓ, કન્સ્ટ્રકશન, હોટલ,ટ્રાન્સપોર્ટ,પ્રદૂષણ બોર્ડ વિગેરે વ્યવસાયો બાબતે કેટલાક ખોટી R.T.I.ના નામે અરજીઓ કરી કાયદાનો દુરૂપયોગ કરી આ માહિતીને ન્યૂઝ પેપરમાં ખોટા સમાચારનો પ્રચાર પ્રસાર કરી, બદનામ કરશું તેવી અથવા અન્ય કોઈ પણ ખોટી રીતે હેરાન-પરેશાન કરી નાણાં ખંખેરતો હતો. જેથી પોલીસને આ અંગે જાણ થતા આ બળજબરીપૂર્વક પૈસા કે ખંડણી માંગતા તત્વ સામે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી. 

Related News

Icon