Rajkot: રાજકોટ-અમદાવાહ હાઈ-વે પર આવેલા એક ધાર્મિક બાંધકામનું તંત્રએ ડિમોલિશન હાથ ધર્યું હતું. અગાઉ આ બાંધકામનું ડિમોલિશન ન કરવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. પરંતુ ગુજરાત હાઈકોર્ટે આ ધાર્મિક બાંધકામ દરગાહ ગેરકાયદેસર હોવાથી અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ તંત્રએ બાંધકામ દૂર કર્યું હતું.

