
Rajkot News: રાજકોટના ગોંડલ વિવાદમાં નવો વણાંક સામે આવ્યો છે. બેફામ વાણી વિલાસથી પ્રખ્યાત થયેલા બન્ની ગજેરા પાસા હેઠળ ધકેલાયો છે. બન્નીને હાલમાં વડોદરા જેલ હવાલે કરાયો છે. જેલમાંથી છૂટ્યા બાદ પણ બેફામ વાણી વિલાસ કરી લખણ ઝળકાવ્યા હતા. છેલ્લા વીડિયોમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલને પણ બન્ની ગજેરાએ ટાર્ગેટ કર્યા હતા.
યુટ્યુબર બન્ની ગજેરાની સમસ્યમાં વધારો થયો છે. સોશિયલમ મીડિયા પર વિવિધ મુદ્દે વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરનાર જિલ્લા કલેકટર દ્વારા બન્ની ગજેરા સામે પાસાની અરજી મંજૂર કરી વડોદરામાં જેલભેગો કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમનો ઉપયોગ કરીને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા, વિશાલ ખૂંટ સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ વાણીવિલાસ કર્યો હતો અને અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી.