Home / Entertainment : Ranveer Allahabadia will get his passport back Supreme Court gave order

Ranveer Allahabadiaને પાછો મળશે તેનો પાસપોર્ટ, પોડકાસ્ટરને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત

Ranveer Allahabadiaને પાછો મળશે તેનો પાસપોર્ટ, પોડકાસ્ટરને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત

વાંધાજનક નિવેદનના કેસમાં ફસાયેલા પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયા (Ranveer Allahabadia) ને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. દેશની સર્વોચ્ચ અદાલતે રણવીર અલ્હાબાદિયા (Ranveer Allahabadia) નો જપ્ત કરાયેલ પાસપોર્ટ પરત કરવાનો આદેશ આપ્યો છે. મહારાષ્ટ્ર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલ્હાબાદિયાનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો હતો. હવે આ આદેશ પછી તેમણે પાસપોર્ટ અલ્હાબાદિયા પરત કરવો પડશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સોમવારે કેસની સુનાવણી દરમિયાન, રાજ્ય સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર અને આસામમાં નોંધાયેલા કેસોની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. થોડા દિવસો પહેલા, રણવીર અલ્હાબાદિયા (Ranveer Allahabadia) એ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને પોતાનો પાસપોર્ટ પરત કરવાની અપીલ કરી હતી. કોર્ટે કહ્યું હતું કે તે એક અઠવાડિયા પછી પાસપોર્ટ અપીલ પર સુનાવણી કરશે.

છેલ્લી સુનાવણી દરમિયાન કોર્ટે રણવીરને એક સૂચન પણ આપ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે રણવીર અલ્હાબાદિયાએ રિટ અરજી દાખલ કરવી જોઈએ. જે રાહત મેળવવા માંગો છો તે રિટ પિટિશનમાં વધુ અસરકારક રીતે આપી શકાય છે.

વિવાદ શું છે?

રણવીર અલ્હાબાદિયા (Ranveer Allahabadia) યુટ્યુબર અને કોમેડિયન સમય રૈનાના શો 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ' માં ગેસ્ટ તરીકે દેખાયો હતો. ત્યારે તેણે માતા-પિતા વચ્ચેના સંબંધો પર એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ નિવેદન વાયરલ થતાં જ હોબાળો મચી ગયો અને રણવીર સામે દેશભરમાં ગુસ્સો જોવા મળ્યો. ઘણી જગ્યાએ પોલીસમાં ફરિયાદો પણ નોંધાવવામાં આવી હતી. આ ઉપરાંત, મહારાષ્ટ્ર અને આસામમાં પણ FIR નોંધવામાં આવી હતી.

માફી માંગી હતી

મામલોને વધતો જોઈને રણવીર અલ્હાબાદિયા (Ranveer Allahabadia) એ માફી માંગી. તેણે એક વીડિયો જાહેર કરીને કહ્યું કે તેણે જે કહ્યું તે ન કહેવું જોઈતું હતું. સાથે જ તેણે કહ્યું કે હું વચન આપું છું કે આવી ભૂલ ફરી ક્યારેય નહીં થાય. આ મામલે રણવીર અલ્હાબાદિયાની પૂછપરછ પણ કરવામાં આવી હતી. જોકે, હવે તે પોડકાસ્ટની દુનિયામાં પાછો ફર્યો છે અને વિવિધ મહેમાનો સાથે ઇન્ટરવ્યુ લઈ રહ્યો છે.

Related News

Icon