
Rajkot news: રાજકોટ શહેરમાં ચકચાર મચાવનાર અને ગાંધીગ્રામ વિસ્તારની નિધિ સ્કૂલ સંચાલકની અંગત પળોનો વીડિયો વાયરલ કરવાની 25 લાખની ખંડણી માગી બ્લેકમેલ કરવાના કેસમાં ત્રણ બોગસ પત્રકારોની ધરપકડ કરી છે. ડીસીબી પોલીસે સ્કૂલના સંચાલકને સીસીટીવી મામલે બ્લેકમેલ કરી લાખોની રકમની માંગણી કરનાર ત્રણ પત્રકારોની ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ શહેરમાં વાયરલ રિપોર્ટ નામેથી સમાચાર ચલાવતા આશિષ ડાભી, એઝાઝ અને ધર્મેશન નામના કથિત પત્રકારની ધરપકડ કરવામાં આવી છે. જેમાં આશિષ ડાભી દ્વારા પોતાના સાગરિત મારફતે સ્કૂલની ચેમ્બરના સીસીટીવી ફૂટેજ મેળવી કાંડ કરવાનો પ્લાન ઘડ્યો હતો. જેમાં એક વીડિયો સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પેજ પર મૂકી સાગરિતો મારફતે ખંડણી માંગી,પૈસા નહીં આપે તો અન્ય વીડિયો વાયરલ કરવાની ધમકી પણ આપવામાં આવી હતી.
આ અંગેની રાજકોટ ક્રાઈમબ્રાન્ચ પાસે મામલો પહોંચતા સ્કૂલ સંચાલકની ફરિયાદના આધારે ગુનો નોંધી મુખ્ય સૂત્રધાર આશિષ ડાભી, એઝાઝ અને ધર્મેશ સહિતના શખ્સોની ધરપકડ કરી હતી. જો કે, આખા પ્રકરણ મામલે સીસીટીવી આપનાર શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે.