આ વર્ષે ચોમાસું વહેલું શરૂ થઈ ગયું છે. એક સપ્તાહ કરતાં વહેલાં ચોમાસું શરૂ થતાંની સાથે જ મેઘરાજા મનમૂકીને વરસી રહ્યાં છે. મધ્યપ્રદેશમાં શરૂઆતનો વરસાદ જ ધોધમાર થઈ રહ્યો છે. જેથી નદીઓ જીવંત બની છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા છે.મધ્ય પ્રદેશ ઉપરવારસ માં ભારે વરસાદના કારણે ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ છે. ઓરસંગ નદી ખાતે બનાવેલ ચેક ડેમ પણ ઓવરફ્લો થયો છે. ઓરસંગ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.