
હરિયાણાના શિકોહાબાદ જમીન કૌભાંડ કેસમાં રોબર્ટ વાડ્રા EDની ઓફિસે પહોંચ્યા છે.રોબર્ટ વાડ્રા પર આરોપ છે કે, તેમની કંપની સ્કાઈલાઇટ પ્રાઇવેટ લિમિટેડને ગુરૂગ્રામમાં 3.53 એકર જમીન 7.50 કરોડની કિંમત પર કોલોની ડેવલપ કરવાના નામ પર આપવામાં આવી હતી, જે તેમણે બારોબાર વેચી દીધી હતી.
રોબર્ટ વાડ્રાએ શું કહ્યું?
રોબર્ટ વાડ્રાએ ED ઓફિસ જતા સમયે ભાજપનું ષડયંત્ર ગણાવ્યું હતું. રોબર્ટ વાડ્રાએ કહ્યું, 'અમે EDને કહ્યું કે પોતાના ડૉક્યુમેન્ટની વ્યવસ્થા કરી રહ્યાં છીએ, હું હંમેશા અહીં રહેવા માટે તૈયાર છું. મને આશા છે કે આજે કોઇ નિષ્કર્ષ નીકળશે. આ ઘટનામાં કંઇ પણ નથી. જ્યારે હું દેશના પક્ષમાં બોલું છું તો મને રોકી દેવામાં આવે છે. રાહુલ ગાંધીને સંસદમાં બોલતા રોકવામાં આવે છે, ભાજપ આવું જ કરે છે. આ એક રાજકીય બદલો છે.'
વાસ્તવિક મુદ્દાથી ધ્યાન ભટકાવવાનું ષડયંત્ર-રોબર્ટ વાડ્રા
રોબર્ટ વાડ્રાએ કહ્યું, 'લોકો મને પ્રેમ કરે છે અને ઇચ્છે છે કે હું રાજનીતિમાં સામેલ થઇ જાઉં. જ્યારે હું રાજકારણમાં સામેલ થવાની ઇચ્છા વ્યક્ત કરૂં છું તો તે મને નીચે પાડવા અને વાસ્તવિક મુદ્દાથી ધ્યાન ભટકાવવા માટે જૂના મુદ્દા ઉઠાવે છે. આ ઘટનામાં કંઇ પણ નથી. છેલ્લા 20 વર્ષમાં 15 વખત મને બોલાવવામાં આવ્યો અને દર વખતે 10 કલાક કરતા વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી. 23000 દસ્તાવેજોને વ્યવસ્થિત કરવા આસાન નથી."
શું છે સમગ્ર ઘટના?
આ મામલો 2008નો છે. તે સમયે હરિયાણામાં ભૂપેન્દ્ર હુડ્ડા મુખ્યમંત્રી હતાં. હરિયાણા સરકારે આ જમીનમાંથી 2.70 એકડ જમીનને કોમર્શિયલ કોલોનીના રૂપે ડેવલપ કરવાની મંજૂરી આપતા વાડ્રાની કંપનીને લાઇસન્સ આપ્યું હતું. પરંતુ, કોલોની વિકસિત કરવાની બદલે તેમની કંપનીએ આ જમીનને 2012માં 58 કરોડ રૂપિયામાં DLF યુનિવર્સલ લિમિટેડને વેચી દીધી હતી.
રોબર્ટ વાડ્રા પર શું છે આરોપ?
રોબર્ટ વાડ્રા પર આરોપ છે કે, હરિયાણા સરકાર પાસેથી ઓછી કિંમતે મળેલી જમીનને ડીએલએફ યુનિવર્સલ લિમિટેડને વેચીને રોબર્ટ વાડ્રાની કંપની સ્કાઈલાઇટ હોસ્પિટેલિટી પ્રાઇવેટ લિમિટેડે કરોડોની કમાણી કરી હતી. તેમની કંપનીએ 18 સપ્ટેમ્બર, 2012ના દિવસે સેલ ડીલ દ્વારા આ જમીનને ડીએલએફ યુનિવર્સલ લિમિટેડને વેચી દીધી હતી. પરંતુ, હરિયાણા સરકારે ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગે લાઇસન્સને ટ્રાવ્સફર કરવાની ફાઇનલ મંજૂરી નહતી આપી.