
ગુજરાતમાં માર્ગ અકસ્માતની દુર્ઘટનાઓમાં ઉત્તોરતર વધારો થઈ રહ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે આવી જ વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે સુરતના કામરેજ પાસે એસટી બસને અકસ્માત નડ્યો હતો.
રેતી ભરેલા ટ્રક સાથે બસની ટક્કર
દાહોદ થી સુરત આવી રહેલી બસ કામરેજ પાસે નેશનલ હાઈવે નંબર 48ના સર્વિસ રોડ પર પાર્ક કરેલી રેતી ભરેલી ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. મળતા અહેવાલ પ્રમાણે એક પેસન્જર બસમાં ફસાઈ ગયો હતો. ફાયરના કર્મચારીએ સીટ વચ્ચે ફસાયેલા શખ્સને સીટને મશીનથી કાપીને બચાવ્યો હતો.
15 મુસાફરોને ઈજા પહોંચી
બસમાં સવાર 40 મુસાફરોમાંથી 15થી વધુને ઈજાઓ પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો અને અકસ્માત સર્જયો હતો.