Home / Gujarat / Rajkot : Sarpanch's sons beat up a young man in Gondal

VIDEO: ગોંડલના રૂપાવટી ગામના સરપંચ પુત્રોની દાદાગીરી, લોખંડના પાઈપ વડે યુવકને માર માર્યો

Rajkot news: ગોંડલમાં ધાક ધમકીઓ આપી ખુલ્લેઆમ મારામારીની ઘટનાઓ વધી રહી છે. ગોંડલ શહેરના રેતીચોક વિસ્તારમાં આવેલા વચ્છરાજ ફેબ્રિકેશનના કારખાનામાં જઈને સરપંચ પુત્રોએ યુવકને માર માર્યો હતો. ગોંડલમાં મારામારીની ઘટનાના CCTV સામે આવ્યા છે. 3 લોકોએ ભેગા મળીને ફેબ્રિકેશનના કારખાનામાં કામ કરતા કારીગરને લોખંડની પાઈપ વડે માર્યો છે. તેમજ લોખંડની છૂટ્ટી વસ્તુઓ ફેંકી હુમલો કર્યો હતો. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જણાવી દઈએ કે ગોંડલના રેતીચોક વિસ્તારમાં આવેલા વચ્છરાજ ફેબ્રિકેશનના કારખાનામાં રૂપાવટી ગામના સરપંચ પુત્રોએ યુવકને માર માર્યો હતો. ફેબ્રિકેશનનુ કામ કરતા કિરીટ દિનેશભાઈ સોલંકી નામના યુવકને 3 સરપંચ પુત્રોએ પાઈપ વડે માર માર્યો હતો. ઈજાગ્રસ્તા યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ગોંડલ A ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. 

Related News

Icon