
પ્રધાનમંત્રી મોદી ગુજરાત ના પ્રવાસે આવી રહ્યા છે એવામાં દાહોદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખે પત્ર કરીને સમય માંગ્યો છે. દાહોદ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે મળવા માટે સમય માંગ્યો છે. ભ્રષ્ટાચારને લઈને કેટલાક પુરાવા રૂબરૂ આપવા છે તે માટે સમય આપવામાં આવ્યો છે.
રાજીનામું નહીં તો તમામ હોદ્દા પરથી બચું ખાબડને દરખાસ્ત કરવામાં આવે - કોંગ્રેસ
પત્રમાં જણાવ્યું છે કે, દાહોદ આદિવાસી અને વિકસિત વિસ્તાર છે. ભાજપ મંત્રીના બે દીકરા સામે ફરિયાદ નોંધાવામાં આવી છે. FIR મુજબ 75 કરોડનું કૌભાંડ છે પણ ખરેખર તપાસ થાય તો 400 કરોડનું કૌભાંડ સામે આવે તેમ છે. મંત્રીને ડીજીપી અને SP સલામ કરે છે તો તે મંત્રીના દીકરા પર તપાસ કઈ રીતે કરશે? રાજીનામું નહીં તો તમામ હોદ્દા પરથી બચું ખાબડને દરખાસ્ત કરવામાં આવે.
મનમોહનસિંહની સરકારમાં રેલવે મંત્રીએ રાજીનામું આપ્યું હતું
મનમોહનસિંહની સરકારમાં રેલવે મંત્રી પવન બંસલ પર આક્ષેપ લાગ્યો હતો. પોતાના ભાણિયા દ્વારા બદલી માટે પૈસા માંગ્યા હતા તો બંસલે પોતાનું રાજીનામુ ધરી દીધું હતું. કોંગ્રેસ પક્ષ પણ માંગ કરે છે કે, ગુજરાતના દીકરા પ્રધાનમંત્રી છે તો બચું ખાબડને પદ પરથી દરખાસ્ત કરવામાં આવે. રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશ હેઠળ કેસની તપાસ કરવામાં આવે.
ગુજરાતમાં અનેક કૌભાંડ થઈ રહ્યા છે
ગુજરાતમાં મરી ગયેલા વ્યક્તિઓના મનરેગા માં કાર્ડ બનાવામાં આવે છે. બાદમાં આ રૂપિયા ભ્રષ્ટાચારી લોકો ઉપાડીને જલસા કરે છે. નળ કે જળ પણ એ મોટા ભ્રષ્ટાચારની યોજના છે, મુખ્યમંત્રીને ટકોર કરી કે પ્રધાનમંત્રી સાથે હોય તો કોંગ્રેસના આગેવાનો અને દાહોદ પ્રમુખને નરેન્દ્ર મોદીને મળવાનો સમય આપવામાં આવે. આગામી દિવસમાં કોંગ્રેસ વિકાસ શોધ યાત્રા નીકળશે. આ યાત્રા ગામે ગામ નીકળવામાં આવશે.