Home / Sports : Why was Team India's fast bowler Shami out?

ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર શમી કેમ થયો બહાર? સામે આવ્યું મોટું કારણ

ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર શમી કેમ થયો બહાર? સામે આવ્યું મોટું કારણ

ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. શુભમન ગિલની આગેવાની હેઠળની આ ટીમમાં યુવાનોને તક અપાઈ છે. પરંતુ અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને મિડલ ઓર્ડર બેટ્સમેન સરફરાઝ ખાનને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. ઈજામાંથી પાછા ફર્યા બાદ મોહમ્મદ શમી ટીમમાં સ્થાન મેળવવા સતત મહેનત કરી રહ્યો છે. આ દરમિયાન શમી ફરી ઈજાગ્રસ્ત થયાના સમાચાર સામે આવ્યા છે. આ કારણોસર BCCI કોઈ જોખમ લેવા માંગતું નથી. ટીમની જાહેરાત પછી, પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે મોહમ્મદ શમી વિશે આ વાત કહી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

શમી સંપૂર્ણપણે ફિટ નથી

મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "મોહમ્મદ શમીને ગયા અઠવાડિયે થોડી તકલીફ થઈ હતી. આ કારણે તેમનો MRI કરવામાં આવ્યો હતો. તે હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી. અમે ઇંગ્લેન્ડ પ્રવાસ પર કોઈ જોખમ લેવા માંગતા નથી અને અમારી સાથે એક ફિટ ફાસ્ટ બોલરને લઈ રહ્યા છીએ".

ઈજા બાદ મોહમ્મદ શમી સતત પોતાની લય મેળવવા માટે સખત મહેનત કરી રહ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન તે ટીમમાં પાછો ફર્યો, પરંતુ તે સમયે તે સંપૂર્ણપણે ફિટ દેખાતો ન હતો. આઈપીએલ દરમિયાન પણ એટલી ઝડપી બોલિંગ કરી શક્યો ન હતો. તે પોતાના ફોર્મમાં પાછા ફરવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો.

ઈજા બાદ મોહમ્મદ શમી સતત પોતાની લય મેળવવા સંઘર્ષ કરી રહ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન તે ટીમમાં પાછો ફર્યો, પરંતુ તે સમયે તે સંપૂર્ણપણે ફિટ દેખાતો ન હતો. આઈપીએલ દરમિયાન પણ, તે એટલી ઝડપી બોલિંગ કરી શક્યો ન હતો જેટલી તે જાણીતો છે. અહીં પણ તે પોતાના ફોર્મમાં પાછા ફરવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર, BCCI ની મેડિકલ ટીમનું પણ કહેવું છે કે શમી હાલમાં લાંબા સ્પેલ્સ ફેંકી શકશે નહીં. આવી સ્થિતિમાં BCCI એ તેના સ્થાને યુવા ફાસ્ટ બોલરો પર વિશ્વાસ વ્યક્ત કર્યો. શમીએ છેલ્લે 2023 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઇન્ડિયા માટે ટેસ્ટ મેચ રમી હતી. 

 

Related News

Icon