Home / Sports : Shikhar Dhawan reveals story of his years old girlfriend in autobiography

જ્યારે હોટલના રૂમમાં ગર્લફ્રેન્ડને લઈ ગયો હતો શિખર ધવન, રોહિતા શર્માએ કરી દીધી હતી ફરિયાદ

જ્યારે હોટલના રૂમમાં ગર્લફ્રેન્ડને લઈ ગયો હતો શિખર ધવન, રોહિતા શર્માએ કરી દીધી હતી ફરિયાદ

ભારતીય ટીમના પૂર્વ ઓપનર બેટર શિખર ધવન જેને ગબ્બર તરીકે ઓળખવામાં આવે છે તેણે ઓટોબાયોગ્રાફીમાં ગર્લફ્રેન્ડ સંબંધિત ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે લખ્યું કે, "વર્ષ 2006માં ટીમ ઈન્ડિયા Aના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન હું મારી ગર્લફ્રેન્ડને રોહિત શર્મા સાથે શેર્ડ રૂમમાં લઈ ગયો હતો. આ મામલે રોહિતે મારી વિરુદ્ધ ફરિયાદ કરી દીધી હતી."

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ગર્લફ્રેન્ડ અંગે શિખર ધવને શું ખુલાસા કર્યા?

ઓટોબાયોગ્રાફીમાં શિખર ધવને લખ્યું કે, "તે (ગર્લફ્રેન્ડ) ખૂબ સુંદર હતી અને અચાનક મને પ્રેમ થઈ ગયો! મેં મનમાં વિચાર્યું, તે મારા માટે યોગ્ય છે અને હું તેની સાથે લગ્ન કરીશ. મેં પ્રેક્ટિસ મેચમાં અડધી સદીથી શરૂઆત કરી હતી અને મારો પ્રવાસ સારો ચાલી રહ્યો હતો. દરેક ગેમ પછી, હું એલન (નામ બદલ્યું છે) ને મળવા જતો હતો અને મારા હોટલના રૂમમાં લઈ જતો હતો. આ રૂમ મને અને રોહિત શર્માને ફાળવાયો હતો. આ દરમિયાન રોહિત શર્મા મને ફરિયાદ કરતો હતો કે, તમે મને સૂવા દેશો કે નહીં?"

ગર્લફ્રેન્ડ અંગે શિખર ધવને લખ્યું કે, "હું એલેન સાથે ડિનર પર ગયો, ત્યારે તેની હાજરીના સમાચાર આખી ટીમમાં ફેલાઈ ગયા હતા. અમારી સાથે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર રહેલા એક સિનીયર નેશનલ સિલેક્ટરે અમને લોબીમાં હાથમાં હાથ નાખીને ચાલતા જોયા. મને એવું પણ નહતું લાગ્યું કે મારે તેનો હાથ છોડી દેવો જોઈએ, કારણ કે મારા મતે અમે કોઈ ગુનો નહતા કરી રહ્યા. એક સારી તક હતી કે જો મેં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર સતત સારું પ્રદર્શન કર્યું હોત, તો હું સિનિયર ભારતીય ટીમમાં સ્થાન મેળવી શક્યો હોત, પરંતુ મારું પ્રદર્શન સતત ઘટતું રહ્યું હતું."

શિખર ધવનની કારકિર્દી કેવી રહી

ઉલ્લેખનીય છે કે, પૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવન ભારત માટે 34 ટેસ્ટ, 167 ODI અને 68 T20 મેચ રમી છે. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન ODI ફોર્મેટમાં રહ્યું છે જેમાં તેણે 44.11ની એવરેજથી 6793 રન બનાવ્યા છે. જેમાં શિખર ધવને 17 સદી અને 39 અડધી સદી ફટકારી છે. આ ઉપરાંત ટેસ્ટ ફોર્મેટમાં 40.61ની એવરેજથી 2315 રન બનાવ્યા છે, જેમાં તેણે 7 સદી અને 5 અડધી સદી ફટકારી છે.

Related News

Icon