
એક તરફ રાજ્યભરની પોલીસ ગુનાહિત કૃત્ય કરનાર સામે ખાસ કાર્યવાહી કરી રહી છે તો બીજી તરફ ચોર તસ્કરોની ટોળકીઓનો આતંક થાવતરુપે જોવા મળી રહ્યો છે. એવામાં પાટણ જિલ્લામાં તસ્કરોનો વધુ એક તરખાટ સામે આવ્યો છે. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં સુજાણપુર ગામે તસ્કરોએ એક મકાનને નિશાન બનાવ્યું હતું. સુજાણપુર ગામે રાજપૂત વાસમાં રાજપૂત જયરાજસિંહના ઘરમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. માલિક ઘરમાં સૂતા રહ્યા અને તસ્કરો આવીને હાથ ફેરો કરીને જતા રહ્યા.
સોના ચાંદીના દાગીના અને રોકડ સહિતની ચોરી
મળતી માહિતી પ્રમાણે, ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ સહીત 7 લાખથી વધુની ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. મકાન માલિક ઘરમાં આરામથી ઊંઘતા હતા ત્યારે તસ્કરોએ મકાનમાં પાછળના ભાગેથી બારી તોડીને ઘરમાં પ્રવેશ કર્યો અને ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. જો કે, સિદ્ધપુર પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડ તેમજ એફએસએલની મદદથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.