
અમદાવાદમાં રોગચાળાના પ્રમાણમાં વધારો થયો છે. SOLA સિવિલ ખાતે છેલ્લા એક સપ્તાહમાં OPDમાં 10 ટકાનો વધારો થયો છે. હાલ દરરોજ સરેરાશ 1736 દર્દી સારવાર માટે આવી રહ્યા છે.
19 થી 25 મે દરમિયાન OPDમાં 12153 દર્દી નોંધાયા
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સોલા સિવિલમાં 19 થી 25 મે દરમિયાન OPDમાં 12153 દર્દી નોંધાયા હતા. જેની સરખામણીએ 5 થી 11 મે દરમિયાન 9321, 12 થી 18 મે દરમિયાન 11150 દર્દી OPDમાં સારવાર માટે આવ્યા હતા. બીજી તરફ વિતેલા સપ્તાહમાં 1107 દર્દીને દાખલ કરાયા છે.
દર્દીઓની સંખ્યામાં વધારો
હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેવા દર્દીઓ 5 થી 11 મેમાં 924, 12 થી 18 મેમાં 1021 દર્દીઓ હતા. 19 થી 25 મે દરમિયાન ડેન્ગ્યુના 90 શંકાસ્પદમાંથી 2 પોઝિટિવ, મેલેરિયાના 331 શંકાસ્પદમાંથી 2 પોઝિટિવ હતા. આ સિવાય ડાયેરિયાના 25, બેક્ટેરિયલ ડાયનેસ્ટ્રીના 27, વાયરલ હિપેટાઇટિસ એના 3, ટાઈફોઈડના 4 કેસ નોંધાયા હતા.