
પાટણમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં પોલીસની ગાડી પર ટોળા દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પાટણ જિલ્લામાં સાંતલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની ગાડી પર પથ્થરમારો થયો હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસ ઇન્સ્પેક્ટરની ગાડી પર સાણસરા ગામના સ્થાનિક લોકોએ પથ્થરમારો કર્યો હતો. ડમ્પર ચાલકને પકડીને પરત આવતી સાંતલપુર પોલીસ સ્ટેશનની ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
ડમ્પર ચાલકને પકડવા ગયેલા પોલીસ અધિકારીને નાની ઈજાઓ થઇ હોવાની શક્યતા પણ સેવાઈ રહી છે. મોડી રાત્રે ગામના 50થી વધુ અજાણ્યા લોકોના ટોળાએ પથ્થરમારો કર્યો હતો. આ મામલે સાંતલપુર પોલીસ સ્ટેશનમાં 10થી વધુ લોકો પર નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે.