સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં રખડતા શ્વાનનો આંતક જોવા મળ્યો છે. અહીં બજારમાં રમી રહેલા 10થી વધુ બાળકોને કુતરું કરડ્યું છે. સ્થાનિક લોકો તાત્કાલિક દવાખાને લઈ ગયા પરંતુ હોસ્પિટલમાં દવાઓ અને વેક્સિન નથી. આ ઉપરાંત મહાનગરપાલિકા પાસે રખડતા શ્વાનોને પકડવા માટે ટીમ અને સાધનો જ નથી.
સુરેન્દ્રનગરમાં એક કુતરાએ 10થી વધુ બાળકોને બચકાં ભરી લેતાં હાહાકાર મચ્યો છે. હોસ્પિટલમાં રખડતા શ્વાન કરડતાં અપાતી દવાઓ અને વેક્સીન નથી. જેને પગલે સ્થાનિક લોકો હાલાકી ભોગવી રહ્યા છે. તંત્રની કામગીરી સામે પણ સ્થાનિક લોકોએ સવાલ ઉઠાવ્યા છે. આ ઉપરાંત રખડતા શ્વાનોને તાત્કાલિક પાંજરે પૂરવા માંગ ઉઠી છે.