નવી શિક્ષણ નીતિ હેઠળ ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં શનિવાર 5 જૂલાઈથી બેગલેસ ડે શરૂઆત કરાઈ છે. દર શનિવારે વિદ્યાર્થીઓએ બેગ વગર શાળામાં આવવાનું રહેશે. આ દરમિયાન અમરેલી જિલ્લાની ખાંભા પે.સેન્ટર કુમાર શાળામાં શિક્ષકોની ઘોર બેદરકારી સામે આવી છે. જ્યાં શિક્ષકો શાળાના ગેટ પર તાળા મારી જતા રહેતા ચાર વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડમાં એક કલાક સુધી ફસાયા હતા.

