
ગુરુવારે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ વિમાન અમદાવાદથી લંડન (ગેટવિક) જઈ રહ્યું હતું. હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે. આ અકસ્માત અંગે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને નાગરિક ઉડ્ડયન મંત્રી નાયડુ પાસેથી રાજીનામાની માંગ કરી છે. આ દરમિયાન તેમણે 1950ના દાયકામાં રેલ્વે અકસ્માત બાદ લાલ બહાદુર શાસ્ત્રીએ રાજીનામું આપ્યું તેનું ઉદાહરણ પણ આપ્યું.
https://twitter.com/Swamy39/status/1933091097363825078
તેમણે એક્સ પર એક પોસ્ટમાં લખ્યું છે, "1950ના દાયકામાં જ્યારે એક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ, ત્યારે લાલ બહાદુર શાસ્ત્રીએ રાજીનામું આપ્યું. એ જ નૈતિકતા પર હું પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને નાગરિક ઉડ્ડયન મંત્રી નાયડુને રાજીનામું આપવાની માંગ કરું છું જેથી સ્વતંત્ર અને ન્યાયી તપાસ થાય. મોદી અને તેમના સહયોગીઓ અત્યાર સુધી જે કંઈ કરી રહ્યા છે તે માત્ર દેખાડો છે જે બંધ થવો જોઈએ."