Home / Gujarat / Gandhinagar : Gujarat news: The new academic year begins in all schools from today,

Gujarat news: આજથી તમામ સ્કૂલોમાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત, કેમ્પસ વિદ્યાર્થીઓના કોલાહલથી ગૂંજી ઉઠશે

Gujarat news: આજથી તમામ સ્કૂલોમાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત, કેમ્પસ વિદ્યાર્થીઓના કોલાહલથી ગૂંજી ઉઠશે

ગુજરાત બોર્ડ હેઠળની રાજ્યની તમામ સ્કૂલોમાં આજથી ઉનાળું વેકેશન પૂર્ણ થઈ ગયું છે, આજથી નવું શૈક્ષણિક વર્ષ 2025-26 શરૂ થશે. 35 દિવસના વેકેશન પછી ફરીથી સ્કૂલોના કેમ્પસ 35 દિવસના વેકેશન બાદ ફરીથી સ્કૂલોના કેમ્પસ વિદ્યાર્થીઓના કોલાહલથી ગૂંજી ઉઠશે. હાલ રાજ્યમાં ગુજરાત બોર્ડ હેઠળ ધો. 1થી 12માં સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની 53,000 જેટલી સ્કૂલો છે અને જેમાં, ધો.1થી 12માં એક કરોડ જેટલા બાળકો છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

35 દિવસનું સમર વેકેશન પૂર્ણ થયું 

ગુજરાત શિક્ષણ બોર્ડ હેઠળની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ સ્કૂલોમાં ધો.1થી 12માં ગત 20 એપ્રિલની આસપાસ વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ હતી અને બોર્ડના એકૅડેમિક કેલેન્ડર મુજબ વિધિવત રીતે 5મી મેથી સ્કૂલોમાં ઉનાળુ વેકેશન શરૂ થયુ હતું. 35 દિવસનું સમર વેકેશન આજે પૂર્ણ થઈ ગયુ છે અને 9 જૂનથી રાજ્યની તમામ સ્કૂલોમાં નવું શૈક્ષણિક વર્ષ 2025-06 શરૂ થઇ ગયું છે. 

કેટલીક સ્કૂલો 15મી જૂન બાદ શરૂ થશે

ગુજરાતમાં હાલ સ્ટેટ બોર્ડે એટલે કે ગુજરાત બોર્ડ હેઠળ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની 53,000 જેટલી સ્કૂલો છે અને જેમાં ધો.1થી 12માં અંદાજે એક કરોડ જેટલા બાળકો છે. જ્યારે પ્રી પ્રાયમરી એટલે કે સરકારી બાલવાટીકાઓમાં પણ નવું સત્ર શરૂ થશે. જો કે સીબીએસ બોર્ડ હેઠળની રાજ્યની સ્કૂલોમાં કેટલીક સ્કૂલો શરૂ થઈ ગઈ છે તો કેટલીક સ્કૂલો 15મી બાદ શરૂ થશે. 

CBSEમાં નવું શૈક્ષણિક વર્ષ એપ્રિલમાં શરૂ થાય છે 

સીબીએસઈમાં નવું શૈક્ષણિક વર્ષ એપ્રિલમાં શરૂ થઈ જાય છે અને થોડા દિવસ નવા સત્રમાં સ્કૂલો ચાલ્યા બાદ ઉનાળુ વેકેશન આપવામા આવે છે. પરંતુ ગુજરાત બોર્ડમા આજથી નવું શૈક્ષણિક વર્ષ તમામ સ્કૂલોમાં શરૂ થયું છે અને ફરીથી બાળકોના કોલાહલથી સ્કૂલો ગુંજી ઉઠશે. જ્યારે ગઈ કાલે વેકેશનના અંતિમ રવિવારે પાર્ક-ગાર્ડન્સથી માંડી સ્ટેશનરી દુકાનો-બજારોમાં ડ્રેસ, પુસ્તકો અને સ્ટેશનરીની ખરીદી માટે ભીડ જોવા મળી હતી.

Related News

Icon