Home / Gujarat / Surat : Security agency owner kidnapped and murdered

Surat News: સિક્યુરિટી એજન્સી માલિકનું અપહરણ કરી કરાઈ હત્યા, પોલીસ તપાસ શરુ

Surat News: સિક્યુરિટી એજન્સી માલિકનું અપહરણ કરી કરાઈ હત્યા, પોલીસ તપાસ શરુ

Surat News: સૂરત શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં અપહરણ બાદ હત્યાનો બનાવ સામે આવી રહ્યો છે. એક વ્યક્તિ 3 દિવસથી ગુમ થયાં હતા જેની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરુ કરી હતી. પોલીસ તપાસમાં આખરે ગુમ થયેલ વ્યક્તિનો હત્યા કરાયેલ અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મળતી માહિતી પ્રમાણે, મૃતકનું નામ ચંદ્રવાન દુબે છે જેઓ દુબે સિક્યુરિટી નામથી સિક્યુરિટી એજન્સી ચલાવતા હતા. તેઓ ગત 13 તારીખના રોજ મગદલા સચિન હાઇવે ઉપર આવેલ CB પટેલ ગ્રાઉન્ડની બહારથી ગુમ થઈ ગયા હતા. આ મામલે અલથાણ પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. પોલીસે CCTV ફૂટ જ ચેક કરતા તેઓ ભેસ્તાન પહોંચ્યા હતા. જ્યાં ભેસ્તાનથી એક મકાનમાં જતા જોવા મળ્યા હતા.

બીજે દિવસે સવારે રાશિદ બે બેગ લઈ સ્કુટી ઉપરથી નીકળતો જોવા મળે છે. અને ત્યાંથી ટ્રેક કરતા લિંબાયત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તે બેગ મળી આવ્યું હતું. જેમાં મૃતક ચંદ્રવાન દુબેના શરીરના બે ટુકડા મળી આવ્યા હતા. હાલ તેમના બોડીનો કબજો મેળવી સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.

પરિવારજનો દ્વારા આક્ષેપ કર્યો છે કે, રીક્ષા ચાલક દ્વારા ત્રણ કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. વોટ્સએપના માધ્યમથી ખંડણી માંગવામાં આવી હતી. સમગ્ર ઘટનાને લઈ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

Related News

Icon